સુરેન્દ્રનગર મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત, જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, પરંતુ હવે 'મેયર' પદ માટે ખરો ખેલ શરૂ થયો છે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આજે બીજા તબક્કાવારમાં સુરેન્દ્રનગર મનપામાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. મેયરનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયર એસ.સી. સામાન્ય બેસવાના છે, ત્યારે મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન તરીકે નીખિલ ચાંપાનેરી, દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા અને પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. પ્રથમ મનપાની ચૂંટણીમાં 52માંથી 51 સદસ્ય સાથે ભાજપની ભવ્ય જીત પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર પાલિકામાંથી મહાનગરપાલિકા જાહેર થયા બાદ પ્રથમ મનપાની ચૂંટણીમાં 52માંથી 51 સદસ્ય સાથે ભાજપે ભવ્ય જીત મેળવી છે. પ્રથમ મેયર એસ.સી.સામાન્ય જ્ઞાતિના બેસવાના છે. ત્યારે પુરૂષમાં ભાજપના યુવા નેતા સ્વ.મૃગેશ રાઠોડના ભાઈ રાકેશ કાનજીભાઈ રાઠોડ, રાજેન્દ્ર પ્રભુદાસભાઈ રાઠોડ અને ગજેન્દ્ર વિરજીભાઈ રાઠોડ ત્રણ સદસ્ય ચુંટાયા છે. ત્યારે આમ તો ત્રણેયના પરિવાર અને સદસ્યો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે.
Read Original Article →