જે.કે. જાદવે સુરેન્દ્રનગર મનપા કમિશનરનો ચાર્જ સંભાળ્યો:કચેરીની મુલાકાત લઈ વિકાસ કાર્યોની માહિતી મેળવી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જે.કે. જાદવે આજે ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ શાખાઓના અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. ચાર્જ સંભાળ્યા બાદ કમિશનર જાદવે મહાનગરપાલિકા કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન, જાદવે વર્તમાન કામગીરી, મહાનગરપાલપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસ કાર્યો અને પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર પ્રાથમિક માહિતી મેળવી હતી. તેમણે તમામ અધિકારીઓને જનસુવિધાના કાર્યોને વધુ ઝડપી, પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી. નાગરિકોની સુવિધા અને સુધારેલી સેવાઓને પ્રાથમિકતા આપવા પર તેમણે ભાર મૂક્યો હતો.
Read Original Article →