સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ખાતે વ્યવસાયિક વર્ગની બેઠક મળી:પાલિકાના પદાધિકારીઓ બેઠકમાં હાજર, સોના-ચાંદી એસોસિએશને સન્માન કર્યું; શહેરના વિકાસમાં સહયોગ માંગ્યો

Gujarat6/7/2026, 12:09:25 PM
સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ખાતે વ્યવસાયિક વર્ગની બેઠક મળી:પાલિકાના પદાધિકારીઓ બેઠકમાં હાજર, સોના-ચાંદી એસોસિએશને સન્માન કર્યું; શહેરના વિકાસમાં સહયોગ માંગ્યો
સુરેન્દ્રનગર સોના-ચાંદીના વેપારી એસોસિએશન દ્વારા શહેરના રોટરી ક્લબ ખાતે વ્યવસાયિક વર્ગની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓ સાથે શહેરના વિકાસ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલ ચાંપાનેરી, શાસકપક્ષના નેતા પિન્ટબેન અસાણીયા તેમજ દંડક સ્વાતિબેન માંડલિયાએ વિશેષ હાજરી આપી હતી. સોના-ચાંદીના વેપારી એસોસિએશન દ્વારા તેમનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ઉપસ્થિત તમામ વેપારીઓ, અગ્રણીઓ અને નગરના શ્રેષ્ઠીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ચર્ચા દરમિયાન પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વેપારી વર્ગનો સહયોગ અનિવાર્ય છે. શહેરને વધુ સુંદર, સુવિધાજનક અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે વેપારી આલમ પણ પાલિકાના વિકાસ કાર્યોમાં ખભેખભા મિલાવી સહભાગી બને તેવું આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓએ સોના-ચાંદીના વેપારી એસોસિએશનના સભ્યો અને સમગ્ર વેપારી વર્ગને તેમના ધંધા-રોજગારના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →