જોરાવરનગર PHC માં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહયોગથી આરોગ્યવર્ધક રોપા રોપાયા
સુરેન્દ્રનગરના જોરાવરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વોર્ડ નંબર 10 માં આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર સોનલબેન દવે, ભાવેશભાઈ પ્રજાપતિ, જસુબેન વેગડ અને જય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →