ભાજપે ઉમેદવારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો માંગી:સુરેન્દ્રનગર મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં નવો નિયમ, 52 સભ્યની સામે 491 દાવેદારોએ ટિકિટ માંગી

Gujarat4/4/2026, 9:31:18 AM
ભાજપે ઉમેદવારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો માંગી:સુરેન્દ્રનગર મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયામાં નવો નિયમ, 52 સભ્યની સામે 491 દાવેદારોએ ટિકિટ માંગી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં એક નવો નિયમ અમલમાં મૂક્યો છે. પક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મમાં અરજદારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વિગતો પણ માંગવામાં આવી છે. આ પગલું પ્રચાર રણનીતિનો એક ભાગ હોવાનું મનાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ દ્વારા કમલમ ખાતે 13 વોર્ડ માટે ઉમેદવારી પત્ર લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ 52 સભ્યોની સામે ભાજપના 491 કાર્યકરોએ ટિકિટ માંગી હતી, જે દર્શાવે છે કે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અગાઉની પાલિકા ચૂંટણીમાં આટલા જ વોર્ડ હોવા છતાં 242 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. સૌથી વધુ ટિકિટની માંગ વોર્ડ નંબર 9 માં જોવા મળી હતી, જ્યાં 52 કાર્યકરોએ દાવેદારી નોંધાવી. આ વોર્ડમાં માળોદ અને ખેરાળી ગામો ભળતા ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો પણ ઉમેદવાર બનવા ઉત્સુક છે. બીજા ક્રમે વોર્ડ નંબર 13 માં 50 લોકોએ ટિકિટ માંગી છે, જ્યારે સૌથી ઓછા 32 લોકોએ વોર્ડ નંબર 3માં ઉમેદવારી કરી છે. રસપ્રદ વાત એ છે કે, પાલિકા વહીવટના જાણકાર અને કાયદા-નિયમોથી વાકેફ એવા કેટલાક પીઢ નેતાઓએ ટિકિટ માંગવાનું ટાળ્યું હતું. ભાજપની પરંપરા મુજબ, ટિકિટ માંગવાનો અધિકાર સૌને છે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય મહેશ મોદી અને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠક્કરે ઉમેદવાર કાર્યકરોને સાંભળ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાના માર્ગદર્શન હેઠળ પ્રભારી પ્રતાપ ખાચર, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલ અને વિપુલ ચૌહાણ સહિતની ટીમે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોના ફોલોઅર્સની માહિતી માંગવા પાછળનો હેતુ તેમના સ્થાનિક ફોલોઅર્સનો લાભ લેવા અને અન્ય જિલ્લાના ફોલોઅર્સ દ્વારા પક્ષના પ્રચારની રણનીતિ ઘડવાનો હોઈ શકે છે. જોકે, અન્ય જિલ્લાના ફોલોઅર્સ સુરેન્દ્રનગરના પ્રચારમાં કેટલી નોંધ લેશે તે પણ એક સવાલ છે. પક્ષમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, ભાજપ નવી ઉમેદવાર ટીમ તૈયાર કરવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂકેલા અને પરિવારવાદના સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય લઈ શકે છે. જો આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય, તો હાલ ટિકિટ માંગી રહેલા ઘણા લોકોની દાવેદારી રદ થઈ શકે છે. ઉમેદવારો વધવાના મુખ્ય કારણો
Read Original Article →