સુરેન્દ્રનગરમાં 64 ભયજનક ઇમારતો તોડવાની કામગીરી શરૂ:મનપાએ નોટિસ છતાં માલિકોએ ન તોડતા કાર્યવાહી હાથ ધરી

Gujarat5/24/2026, 4:02:55 AM
સુરેન્દ્રનગરમાં 64 ભયજનક ઇમારતો તોડવાની કામગીરી શરૂ:મનપાએ નોટિસ છતાં માલિકોએ ન તોડતા કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરમાં આવેલી 64 ભયજનક ઇમારતોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે. ચોમાસા પહેલા આ તમામ ઇમારતોને ઉતારી લેવાનો નિર્ણય લેવાયો છે. પ્રારંભિક તબક્કામાં યુરો કિડ્સ પાસે શ્રીમદ રાજચંદ્ર માર્ગ પર આવેલી બે ઇમારતોને તોડી પાડવામાં આવી છે. મહાનગરપાલિકા બન્યા બાદ શહેરની જર્જરિત અને ભયજનક ઇમારતોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ઇમારતો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હતી, જેના કારણે જાહેર જનતા અને શહેરીજનોના જીવને જોખમ હતું. આ ભયજનક ઇમારતોના માલિકોને છેલ્લા એક વર્ષથી સતત નોટિસો આપવામાં આવી હતી, જેમાં તેમને સ્વયં ઇમારતો તોડી પાડવા જણાવાયું હતું. જોકે, માલિકો દ્વારા આ કામગીરી ન કરાતા, જનહિતમાં મનપાએ જાતે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મનપાના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં સૌથી વધુ ભયજનક એવી 14 ઇમારતોને તોડી પાડવામાં આવશે. ત્યારબાદ બાકીની ઇમારતોને પણ ચોમાસાની શરૂઆત પહેલા જ ઉતારી લેવામાં આવશે.
Read Original Article →