સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયરની નિમણૂક:જે.કે. જાદવના અધ્યક્ષસ્થાને ઐતિહાસિક પ્રથમ સામાન્ય સભા યોજાઈ

Gujarat5/28/2026, 9:38:23 AM
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયરની નિમણૂક:જે.કે. જાદવના અધ્યક્ષસ્થાને ઐતિહાસિક પ્રથમ સામાન્ય સભા યોજાઈ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ ઐતિહાસિક સભામાં રાકેશભાઈ રાઠોડ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને સ્મિતાબેન રાવલ પ્રથમ મહિલા ડેપ્યુટી મેયર તરીકે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉપરાંત, કાર્યકારી અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નીખિલભાઈ ચાંપાનેરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. મેયર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના નામોની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નીરવકુમાર દવે, ટ્વિન્કલબેન ઘરેજીયા, ઉપેન્દ્રસિંહ રાણા, મહેન્દ્રભાઈ પટેલ, વનરાજસિંહ સોલંકી, મીનાબેન મહેશ્વરી, દેવકરણભાઈ મરિયા, ભાવેશભાઈ પ્રજાપતિ, પ્રવીણભાઈ પરમાર, કુસુમબેન સોલંકી અને જયદીપભાઇ ડાભીનો સમાવેશ થાય છે. વહીવટી માળખામાં પીન્ટુબેન અસાણીયાને પક્ષના નેતા અને સ્વાતિબેન માંડલિયાને દંડક તરીકે જાહેર કરાયા હતા. આ નિમણૂકો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સુસંચાલન અને વિકાસ કાર્યોને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અભિનંદન પાઠવી પૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
Read Original Article →