સુરેન્દ્રનગર મેયરે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કર્યું:ઉમિયા ટાઉનશીપ ખાતે ગ્રીન કવર વધારવા પહેલ શરૂ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના સંકલ્પ સાથે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ ખાતે યોજાયો હતો, જ્યાં મેયર રાકેશભાઈ રાઠોડના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો તેમજ ઉમિયા ટાઉનશીપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. મેયર રાકેશ રાઠોડે જણાવ્યું હતું કે, 'ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા હવામાનની અસરો સામે લડવા માટે વૃક્ષો જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા શહેરના ગ્રીન કવરને વધારવા માટે કટિબદ્ધ છે. માત્ર વૃક્ષ વાવવાથી આપણી જવાબદારી પૂરી થતી નથી, પરંતુ તેનું બાળકની જેમ ઉછેર અને જતન કરવું એ પણ આપણી ફરજ છે.' તેમણે ઉમિયા ટાઉનશીપના રહીશોને રોપાયેલા વૃક્ષોની સારસંભાળ રાખવા અપીલ કરી હતી. મેયરે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સઘન વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી હતી.
Read Original Article →