સુરેન્દ્રનગરના મેયરે પરિવાર સાથે માતૃસંસ્થાની મુલાકાત લીધી:રાકેશ રાઠોડે અધ્યાપક તરીકે કાર્ય કરેલી કોલેજમાં શુભેચ્છા મુલાકાત કરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાકેશભાઈ રાઠોડે પોતાના પરિવાર સાથે માતૃસંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે એ.વી.જે. ઓઝા ઇન્સ્ટીટયુટ ઓફ બી.એડ. કોલેજ અને વી.જે. ઓઝા કોમર્સ કોલેજની મુલાકાત લીધી હતી. મેયર રાકેશભાઈ રાઠોડ આ સંસ્થામાં પાંચ વર્ષ સુધી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે સેવા આપી ચૂક્યા છે. મેયર બન્યા બાદ તેઓ પોતાની જૂની કર્મભૂમિ પર પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન સંસ્થાના આચાર્ય ડૉ. પ્રકાશકુમાર એન. પરમાર દ્વારા પુષ્પગુચ્છ આપી મેયર રાકેશભાઈ રાઠોડનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ સ્ટાફે રાકેશભાઈને મેયર બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જૂની યાદો તાજી કરવામાં આવી હતી.
Read Original Article →