સુરેન્દ્રનગર મેયરે 300 સફાઈકર્મીઓના બાકી પગારનો કર્યો નિકાલ.:બે મહિનાથી અટકેલા પગાર અને અન્ય પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ

Gujarat6/8/2026, 9:40:31 AM
સુરેન્દ્રનગર મેયરે 300 સફાઈકર્મીઓના બાકી પગારનો કર્યો નિકાલ.:બે મહિનાથી અટકેલા પગાર અને અન્ય પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશ રાઠોડે 300 સફાઈ કર્મચારીઓના બે મહિનાના બાકી પગાર અને અન્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કર્યો છે. સફાઈ કર્મીઓના પ્રતિનિધિઓ મયુર પાટડીયા, હિતેષભાઇ અને વિ. જી. મારું સહિત અન્ય સફાઈ કર્મીઓએ મેયરને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. મેયરે સફાઈ કર્મીઓની રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળી હતી. તેમણે વહીવટી તંત્રને સક્રિય કરીને પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કડક સૂચનાઓ આપી હતી, જેનાથી સફાઈકર્મીઓને મોટી રાહત મળી છે. આ પ્રસંગે મેયરે સફાઈકર્મીઓને ખાતરી આપી હતી કે તેમના તમામ વ્યાજબી પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવશે અને તંત્ર હંમેશા તેમની પડખે ઊભું રહેશે. મેયરે સફાઈ કામદારોને શહેરની કરોડરજ્જુ ગણાવ્યા હતા અને સૌને સાથે મળીને સુરેન્દ્રનગરને સ્વચ્છ, સુંદર અને ગ્રીન સિટી બનાવવા માટે યોગદાન આપવા અપીલ કરી હતી. આ બેઠક બાદ સફાઈ કામદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. તેઓએ મેયરની આ ત્વરિત કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →