સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ પદાધિકારીઓએ પદભાર સંભાળ્યો:મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતા રાવલે વૈદિક યજ્ઞ સાથે ચાર્જ લીધો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ નવનિયુક્ત પદાધિકારીઓએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. આ પદગ્રહણ સમારોહ સનાતન સંસ્કૃતિ અનુસાર વૈદિક યજ્ઞ સાથે યોજાયો હતો. મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરીએ પોતાના પદભાર ગ્રહણ કર્યા. મેયર રાકેશ રાઠોડે મેયરની ખુરશી પર બિરાજમાન થતાં પહેલાં તેમના સ્વર્ગસ્થ મોટા ભાઈ ડો. મૃગેશ રાઠોડની પ્રતિમાને ખુરશીમાં મૂકી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત, પિન્ટુ અસાનીયાએ શાસક પક્ષના નેતા તરીકે અને સ્વાતિ માંડલિયાએ દંડક તરીકે સત્તા સંભાળી. આ પદગ્રહણ સમારોહમાં વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞા પંડ્યા સહિત ભાજપના હોદ્દેદારો, મહાનગરપાલિકાનો સ્ટાફ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →