સુરેન્દ્રનગર ST ડેપોમાં 'સુરક્ષા ક્લિનિક'નું આયોજન:મહાત્મા ગાંધી હોસ્પિટલે કર્મચારીઓને આરોગ્ય સેવાઓ વિશે માહિતગાર કર્યા
સુરેન્દ્રનગર: મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ દ્વારા સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ખાતે 'સુરક્ષા ક્લિનિક'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ્ય "સારું આરોગ્ય એ સૌનો અધિકાર છે" અને "Right to Health - My Health My Right" ના સિદ્ધાંતોને અનુસરીને સામાન્ય જનતાને વિશેષ આરોગ્ય સેવાઓ વિશે માહિતગાર કરવાનો હતો. હોસ્પિટલ પરિસરમાં શરૂ કરાયેલ 'સુરક્ષા ક્લિનિક' જાતીય અને પ્રજનન સ્વાસ્થ્યને લગતી વિવિધ સેવાઓ પૂરી પાડે છે. આ ક્લિનિકમાં દર્દીઓ માટે તપાસ, નિદાન, સારવાર, કાઉન્સેલિંગ અને માર્ગદર્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, HIV/AIDS વિષયક માહિતી અને જાગૃતિ માટે સંસ્થા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો આ અંગે માર્ગદર્શન મેળવવા માટે સરકારના ટોલ ફ્રી નંબર 1097 પર સંપર્ક કરી શકે છે. હોસ્પિટલ ખાતે H.C.T.S. સેન્ટર (વાત્સાયન કેન્દ્ર) પણ કાર્યરત છે, જ્યાં સગર્ભા મહિલાઓ અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પરીક્ષણ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ક્લિનિકમાં આ તમામ સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં એસ.ટી. ડેપો મેનેજર ડી. વી. ચૌધરી, એટીઆઈ આર. પી. સોલંકી, એટીઆઈ સી. ડી. રાણા, યુનિયન આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ પરમાર, ચેતનભાઇ દવે અને મહેન્દ્રસિંહ પરમાર અને ડેપો સ્ટાફ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના ભાવના પરમાર (આઈ.સી.ટી.સી. કાઉન્સિલર), એચ. એલ. ડોડીયા (સુરક્ષા ક્લિનિક કાઉન્સિલર), ભરતભાઈ પરમાર (એસ.એસ.કે. મેનેજર) અને શુભમભાઈ મકવાણા (એસ.એસ.કે. ઓ.આર.ડબલ્યુ.) ઉપસ્થિત કર્મચારીઓને હોસ્પિટલની તબીબી સેવાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
Read Original Article →