પ્રશાંત જાનીને 'ઝાલાવાડ સેવાભૂષણ એવોર્ડ' એનાયત:સુરેન્દ્રનગરના અગ્રણીને નિર્ધાર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરાયા
સુરેન્દ્રનગરના જાણીતા અગ્રણી પ્રશાંત હરીવલ્લભભાઈ જાનીને નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પ્રતિષ્ઠિત "ઝાલાવાડ સેવાભૂષણ એવોર્ડ – 2026" એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન સમારોહ 24 મે, 2026 ના રોજ સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન લોહાણા સમાજવાડી ખાતે યોજાયો હતો. પ્રશાંતભાઈ જાનીને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના અવિરત અને નિઃસ્વાર્થ યોગદાન બદલ આ એવોર્ડ અપાયો છે. તેમણે રોટરી ક્લબના માધ્યમથી સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગો માટે અનેક સેવાકીય પ્રકલ્પો ચલાવ્યા છે. તેમની લાંબા સમયની નિઃસ્વાર્થ સેવા, સમાજ પ્રત્યેનું સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા સંસ્થા દ્વારા આ ગૌરવપૂર્ણ એવોર્ડ અપાયો છે. આ એવોર્ડ મળવા બદલ જાની પરિવાર અને સમગ્ર રોટરી પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે. પ્રશાંતભાઈ અને તેમના પરિવારે નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →