સુરેન્દ્રનગરમાં લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ:115માંથી 100 કેસોનો નિકાલ, 4 SIT કેસ પણ ઉકેલાયા
સુરેન્દ્રનગર જિલ્લા સેવા સદન ખાતે લેન્ડ ગ્રેબિંગ સમિતિ અને SITની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 115 લેન્ડ ગ્રેબિંગ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી આશરે 100 કેસોનો નિકાલ કરવામાં આવ્યો. જિલ્લા કલેકટર જી. એચ. સોલંકી, નિવાસી કલેકટર કે. આર. પટેલ, ડીડીઓ યાજ્ઞિકબહેન, ASP વેદિકા બિહાની, DYSP પાર્થ પરમાર સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. SIT અંતર્ગત કુલ ૫ કેસોમાંથી 4 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. બાકી રહેલા કેસોને આગામી બેઠકમાં સુનાવણી માટે મૂકવા સૂચના આપવામાં આવી હતી.
Read Original Article →