સુરેન્દ્રનગરમાં લખપતિ દીદી યોજનાની પ્રથમ બેઠક:DDOની અધ્યક્ષતામાં અમલીકરણ અને આયોજન પર ચર્ચા

Gujarat5/21/2026, 3:24:29 PM
સુરેન્દ્રનગરમાં લખપતિ દીદી યોજનાની પ્રથમ બેઠક:DDOની અધ્યક્ષતામાં અમલીકરણ અને આયોજન પર ચર્ચા
સુરેન્દ્રનગર જિલ્લામાં "લખપતિ દીદી" પહેલ અંતર્ગત જિલ્લા સંચાલન સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. DDO કે. એસ. યાજ્ઞિકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં યોજનાના સુચારુ આયોજન અને અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રી દ્વારા સ્વ-સહાય જૂથોની બહેનોને ટકાઉ આજીવિકા દ્વારા વાર્ષિક રૂ. 1.00 લાખથી વધુ આવક મેળવતી કરવાના હેતુથી "લખપતિ દીદી યોજના" શરૂ કરવામાં આવી છે. આ યોજનાને સરકારની જુદી જુદી યોજનાઓ સાથે સંકલિત કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં લખપતિ દીદી યોજના સંબંધિત તમામ બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં આજદિન સુધી કરાયેલી કામગીરી અને ભવિષ્યમાં કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દરેક વિભાગ દ્વારા અપાતા લાભો જેવા કે યોજનાકીય કીટ, વ્યક્તિગત લાભો, તાલીમ અને માર્ગદર્શન થકી સંભવિત લખપતિ દીદીઓને ઝડપથી લખપતિ દીદી બનાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.સમિતિ દ્વારા આ સમગ્ર કામગીરીનું સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
Read Original Article →