કુકડા નજીક અકસ્માતમાં આધેડનું મોત:કાર-બાઈક વચ્ચે અકસ્માત, પોલીસે તપાસ શરૂ કરી

Gujarat5/25/2026, 3:05:25 PM
કુકડા નજીક અકસ્માતમાં આધેડનું મોત:કાર-બાઈક વચ્ચે અકસ્માત, પોલીસે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગરના કુકડા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એક આધેડનું મોત નીપજ્યું છે. મૃતક બાઈકચાલક નટવરભાઈ સાકરીયાને અકસ્માત બાદ ઈજાઓ પહોંચી હતી અને સામાન્ય સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Read Original Article →