સુરેન્દ્રનગરના કોઠારીયામાં વજાભગતની પુણ્યતિથિએ ભાગવત કથા:11મી પુણ્યતિથિ નિમિત્તે જીગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે
સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામમાં સેવાભાવી વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. આ કથામાં વ્યાસપીઠ પરથી જીગ્નેશ દાદા (રાધે રાધે) ભક્તોને કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને કોઠારીયા ધામ ખાતે ભવ્ય કથા મંડપ અને ભોજન માટે વિશાળ મંડપ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Read Original Article →