સુરેન્દ્રનગર ખાતે 'નવા ઇન્કમ ટેક્સ એક્ટ-2025' અંગે સેમિનાર યોજાયો:કરદાતાઓ અને સામાન્ય નાગરિકોને આવકવેરાના નવા કાયદાની જોગવાઈઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

Gujarat5/22/2026, 11:58:35 AM
સુરેન્દ્રનગર ખાતે 'નવા ઇન્કમ ટેક્સ એક્ટ-2025' અંગે સેમિનાર યોજાયો:કરદાતાઓ અને સામાન્ય નાગરિકોને આવકવેરાના નવા કાયદાની જોગવાઈઓનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગર ખાતે પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ-3, અમદાવાદ દ્વારા 'ઇન્કમ ટેક્સ એક્ટ-2025' અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઉટરીચ પ્રોગ્રામનો મુખ્ય હેતુ કરદાતાઓ અને સામાન્ય નાગરિકોને આવકવેરાના નવા કાયદાની જોગવાઈઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, અધિકારીઓએ ઇન્કમ ટેક્સ એક્ટ-2025ની વિગતવાર માહિતી આપી હતી. તેમાં કાયદાની નવી કલમો સામાન્ય કરદાતાઓને કેવી રીતે લાભદાયી બનશે અને કર પ્રક્રિયા કેવી રીતે વધુ પારદર્શક બનશે તે સમજાવવામાં આવ્યું હતું. અમદાવાદ રેન્જ-4(1)ના જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ પ્રતીક શર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતીક શર્માએ તેમના વક્તવ્યમાં નવી જોગવાઈઓ અંગે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રશ્નોત્તરી સેશન દરમિયાન, તેમણે સેમિનારમાં હાજર રહેલા સભ્યો અને વેપારીઓના વિવિધ પ્રશ્નો અને શંકાઓનું સચોટ નિવારણ કર્યું હતું, જે પ્રશંસનીય પ્રયાસ હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના સ્થાનિક આવકવેરા અધિકારી નિપુલ ડી. પૂજારા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરેન્દ્રનગર સીએ એસોસિએશન, આઈટીપી એસોસિએશન, સ્થાનિક વેપારી મંડળો અને પ્રબુદ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Original Article →