સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે મનપાનું સ્વચ્છતા અભિયાન:મહાત્મા ગાંધીના સ્મારકને સુતરની આંટી પહેરાવી સફાઈ કરાઈ
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શહેરના અગ્રણી નેતાઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, ચેરમેન નિખિલભાઈ ચાપાનેરી અને શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિતના આગેવાનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ પણ સફાઈ કાર્યમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મહાત્મા ગાંધીના સ્મારકને સુતરની આંટી પહેરાવીને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Read Original Article →