સુરેન્દ્રનગરમાં ચોમાસા પૂર્વે બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાઈ:સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના શેખપર ગામે ચોમાસા પૂર્વે પૂર જેવી સંભવિત આપત્તિઓને પહોંચી વળવા બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દ્વારા જિલ્લા વહીવટીતંત્રની સજ્જતાનું નિદર્શન કરવામાં આવ્યું. આ મોકડ્રીલ ધોળીધજા ડેમના નદીના પટમાં યોજાઈ હતી. જેમાં અચાનક જળ સપાટી વધવાને કારણે ત્રણ લોકો ડૂબી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી, તેમને તાત્કાલિક કેવી રીતે બચાવી શકાય તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બચાવ કામગીરીની મોક ડ્રીલમાં ડિઝાસ્ટર મામલતદાર, ફાયર ફાઇટર, પોલીસ વિભાગ, મૂળી મામલતદાર અને 108 ઇમરજન્સી સેવાની ટીમો જોડાઈ હતી. તમામ વિભાગોએ સંકલન સાધીને બચાવ કામગીરીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાવાસીઓને આગામી ચોમાસા દરમિયાન સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા, નદી-નાળાથી દૂર રહેવા અને જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવા જણાવાયું હતું.
Read Original Article →