ભાજપના પૂર્વ સદસ્યોએ બળવો કર્યો:પિતા-પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો
સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ સદસ્ય જામાભાઈ મોતીભાઈ ગરીયા અને તેમના પુત્ર હરેશ જામાભાઈ ગરીયાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પિતા-પુત્ર બંનેને ટિકિટ ન મળતા તેમણે આ નિર્ણય લીધો હતો. જામાભાઈ ગરીયાએ વોર્ડ નંબર 3માંથી અને હરેશ ગરીયાએ વોર્ડ નંબર 4માંથી અપક્ષ ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઘટનાથી સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જામાભાઈ ગરીયા અગાઉ ભાજપમાંથી અને અપક્ષ તરીકે પણ ચૂંટાઈ ચૂક્યા છે. જ્યારે તેમના પુત્ર હરેશ ગરીયા ગત ટર્મના ભાજપના સદસ્ય હતા. 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી. પિતા-પુત્ર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવાથી વોર્ડ નંબર 3 અને 4માં ભાજપને મોટો ફટકો પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →