ભાજપની ટિકિટ ન મળતા પિતા-પુત્રની અપક્ષ ઉમેદવારી:પૂર્વ કોર્પોરેટર જામાભાઈ અને પુત્ર હરેશે ફોર્મ ભર્યા

Gujarat4/12/2026, 9:14:18 AM
ભાજપની ટિકિટ ન મળતા પિતા-પુત્રની અપક્ષ ઉમેદવારી:પૂર્વ કોર્પોરેટર જામાભાઈ અને પુત્ર હરેશે ફોર્મ ભર્યા
સુરેન્દ્રનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ કોર્પોરેટર જામાભાઈ મોતીભાઈ ગરીયા અને તેમના પુત્ર હરેશભાઈ જામાભાઈ ગરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જામાભાઈએ વોર્ડ નંબર 3માંથી અને હરેશભાઈએ વોર્ડ નંબર 4માંથી ફોર્મ ભર્યા છે. જામાભાઈ મોતીભાઈ ગરીયા સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 3માંથી પાંચ ટર્મ સુધી સુધરાઈ સભ્ય રહી ચૂક્યા છે. તેમણે એક ટર્મ અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી, જ્યારે ચાર ટર્મ ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા હતા. તેમના પુત્ર હરેશભાઈ જામાભાઈ ગરીયા પણ 2021 થી 2026 સુધી સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાં ભાજપની ટિકિટ પર કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા છે. વર્તમાન ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા આ પિતા-પુત્રે અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. આ ઘટનાને કારણે ખાસ કરીને વોર્ડ નંબર 3માં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો સામે પીઢ અપક્ષ ઉમેદવારોની ટક્કર જોવા મળશે, જેનાથી ચૂંટણી રસપ્રદ બનશે.
Read Original Article →