સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે નિયંત્રણો જાહેર:ફોર્મ ભરવા કચેરી પાસે 3 વાહન, 5 વ્યક્તિને જ પ્રવેશ

Gujarat4/5/2026, 6:42:37 AM
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે નિયંત્રણો જાહેર:ફોર્મ ભરવા કચેરી પાસે 3 વાહન, 5 વ્યક્તિને જ પ્રવેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ ઉમેદવારી પત્રો ભરવા સંદર્ભે નિયંત્રણો જાહેર કર્યા છે. આ નિયંત્રણો મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓને લાગુ પડશે. જાહેરનામા મુજબ, ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનોને પ્રવેશ મળશે. કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. આ નિયંત્રણો અપક્ષ ઉમેદવારો તેમજ બિન-માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોને પણ લાગુ પડશે. જો દરખાસ્ત મૂકનાર અન્ય મતદારોએ કચેરીમાં હાજર રહેવું અનિવાર્ય હોય, તો અગાઉ પ્રવેશેલા ચાર મતદારો બહાર નીકળ્યા બાદ જ અન્ય મતદારોને ક્રમશઃ પ્રવેશ અપાશે. આ જાહેરનામું ૬ એપ્રિલ, 2026 થી 11 એપ્રિલ, 2026 ના રાત્રિના 24.00 કલાક સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ, રાજકીય પક્ષ કે ઉમેદવાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →