ઉમેદવારીના છેલ્લા દિવસે સુરેન્દ્રનગરના ઉમેદવારો ધારાસભ્યને મળ્યા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરતા પહેલા શુભેચ્છા મુલાકાત લીધી

Gujarat4/11/2026, 7:58:15 AM
ઉમેદવારીના છેલ્લા દિવસે સુરેન્દ્રનગરના ઉમેદવારો ધારાસભ્યને મળ્યા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરતા પહેલા શુભેચ્છા મુલાકાત લીધી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, વઢવાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોના ઉમેદવારોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી. ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા, આ તમામ ઉમેદવારો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વિધાનસભા કાર્યાલય "કર્તવ્યમ્" ખાતે સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તમામ ઉમેદવારોને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેદવારોને શિસ્તબદ્ધ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પણ તાકીદ કરી હતી.
Read Original Article →