સુરેન્દ્રનગરમાં ડ્રોન નિયમોનું ઉલ્લંઘન વધ્યું:DGCAની મંજૂરી વિના ઊડતા ડ્રોનથી જોખમ ; કાર્યવાહી માટે તંત્ર તૈયાર

Gujarat5/16/2026, 6:41:09 AM
સુરેન્દ્રનગરમાં ડ્રોન નિયમોનું ઉલ્લંઘન વધ્યું:DGCAની મંજૂરી વિના ઊડતા ડ્રોનથી જોખમ ; કાર્યવાહી માટે તંત્ર તૈયાર
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ડ્રોન ઉડાડવા અંગેના સરકારી નિયમોનું ઉલ્લંઘન ચિંતાનો વિષય બન્યો છે. ઘણા લોકો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની મંજૂરી કે 'નો ફ્લાય ઝોન'ના નકશા તપાસ્યા વિના જ ગીચ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી રહ્યા છે. શહેરમાં વીજળીના જીવંત વાયરો અને ભારે ટ્રાફિકને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. આવા સંજોગોમાં ડ્રોન તૂટી પડવાની ઘટનાઓ જાન-માલ માટે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, સરકારી પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન દ્વારા શૂટિંગ કરવા બદલ પોલીસ દ્વારા ડ્રોન જપ્ત કરવા સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કર્યા વિના ડ્રોનનો ઉપયોગ ન કરે. નિયમોનું પાલન ન કરનાર સામે ભારે દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે.
Read Original Article →