સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયે 5 તાલુકાના હોદ્દેદારોનું સ્વાગત:જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલિયાએ પ્રજાલક્ષી કાર્યો કરવા હાકલ કરી

Gujarat5/23/2026, 12:01:32 PM
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયે 5 તાલુકાના હોદ્દેદારોનું સ્વાગત:જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલિયાએ પ્રજાલક્ષી કાર્યો કરવા હાકલ કરી
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ' ખાતે પાંચ તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ તેમને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ નવનિયુક્ત હોદ્દેદારોમાં લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા અને વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સુશાસન અને વિકાસ'ના સંકલ્પને વરેલી સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આ નેતૃત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે સૌને પ્રજાલક્ષી કાર્યો કરવા હાકલ કરી હતી.
Read Original Article →