સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં 24 કલાકમાં 658 દર્દીઓની OPD:શરદી, તાવ, મેલેરિયાના કેસ વધ્યા, રોગચાળાનો ભય

Gujarat6/8/2026, 3:55:41 PM
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં 24 કલાકમાં 658 દર્દીઓની OPD:શરદી, તાવ, મેલેરિયાના કેસ વધ્યા, રોગચાળાનો ભય
સુરેન્દ્રનગરમાં શહેરીજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સરકારી મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં 658 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે, જે રોગચાળાના વધતા ભયનો સંકેત આપે છે. નોંધાયેલા દર્દીઓમાં શરદી, ઉધરસ, તાવ, મેલેરિયા અને કોલેરાના કેસ સૌથી વધુ છે. આ ઉપરાંત, ચામડીના રોગોમાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રથમ વરસાદ બાદ બદલાયેલી ઋતુ અને ફિલ્ટર વગરના પાણીના કારણે શહેરમાં રોગચાળાનો ભય ફેલાયો છે. શહેરીજનો દ્વારા તંત્ર સક્રિય થાય અને ફિલ્ટરયુક્ત પાણી પૂરું પાડીને ફાટી નીકળેલા રોગચાળાને અંકુશમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં તબીબી સ્ટાફની પણ અછત છે. 14 મેડિકલ ઓફિસરની જગ્યાઓ સામે માત્ર 7 જ ઉપલબ્ધ હોવાથી ડોકટરોને પણ દર્દીઓની તપાસમાં મુશ્કેલી પડી રહી છે.
Read Original Article →