સુરેન્દ્રનગરમાં પટોળા-હેન્ડલૂમ સ્વ-સહાય જૂથો માટે બેઠક યોજાઈ:DDOની હાજરીમાં ઉત્પાદનોને આધુનિક બનાવવા માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગર જિલ્લાની આગવી ઓળખ સમાન પટોળા અને હેન્ડલૂમ કળાને વૈશ્વિક સ્તરે વેગ આપવા તથા ગ્રામીણ મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં DDO એ હાજરી આપી હતી. આ બેઠક સ્વ-સહાય જૂથો (SHGs) ના 'અપ-સ્કેલિંગ' અને વ્યવસાય વિકાસ પર કેન્દ્રિત હતી. બેઠક દરમિયાન, પરંપરાગત પટોળા અને હેન્ડલૂમ કાર્યમાં આધુનિક ટેકનોલોજી તથા નવીન ડિઝાઇન્સનો સમન્વય કરી ઉત્પાદનોને વધુ આકર્ષક બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉત્પાદનોના બજાર જોડાણ (Market Linkage) માટે પણ ચર્ચા થઈ હતી. બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોને સ્થાનિક બજાર ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને મોટા પ્રદર્શનો સુધી પહોંચાડવા માટેની રણનીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો. વ્યવસાયને મોટા પાયે લઈ જવા માટે જરૂરી મૂડી, સરકારી સહાયની યોજનાઓ અને બેંક લોન ધિરાણ અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી. પટોળા જેવી અમૂલ્ય કળાના યોગ્ય બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરના પેકેજિંગનું મહત્વ સમજાવવામાં આવ્યું, જેથી બહેનોને તેમના પરિશ્રમનું યોગ્ય વળતર મળી શકે.
Read Original Article →