ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિયેશને શિવાલય સેલ્ટર હોમની મુલાકાત લીધી:સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવી, ₹35,900ની આર્થિક સહાય અર્પણ કરી

Gujarat5/20/2026, 8:39:52 AM
ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિયેશને શિવાલય સેલ્ટર હોમની મુલાકાત લીધી:સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવી, ₹35,900ની આર્થિક સહાય અર્પણ કરી
જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિયેશનના સભ્યોએ મુળી રોડ પર આવેલા જસાપર શિવાલય સેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. ટીમ મેનેજમેન્ટના વનરાજસિંહ પરમારની પ્રેરણાથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. સેલ્ટર હોમના સંચાલક નીતાબેન જાની સાથે મુલાકાત કરીને સંસ્થાને ₹35,900 (પાંત્રીસ હજાર નવસો)ની રોકડ ભેટ આપવામાં આવી હતી. આ ભેટ એસોસિયેશનના પ્રમુખ ભગિરથસિંહ ચુડાસમા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગરના પ્રમુખ ડૉ. રુદ્રસિંહ ઝાલા, ક્લબના મહામંત્રી રમેશભાઈ સાંતોલા અને પૂર્વ પ્રમુખ વાય.બી. રાવલના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. 125 જેટલા નિરાધાર સ્ત્રી-પુરુષો, બાળકો અને વૃદ્ધો આશ્રય લે છે જસાપર શિવાલય સેલ્ટર હોમમાં હાલમાં આશરે 125 જેટલા નિરાધાર સ્ત્રી-પુરુષો, બાળકો અને વૃદ્ધો આશ્રય લઈ રહ્યા છે. આશ્રય લેનારાઓમાં મંદબુદ્ધિ, અર્ધપાગલ અવસ્થા ધરાવતા, ગંભીર રોગોથી પીડાતા તેમજ પરપ્રાંતિય લોકોનો સમાવેશ થાય છે. આ સંસ્થા બે વર્ષના બાળકથી લઈને 90 વર્ષ સુધીના વૃદ્ધોને સહારો પૂરો પાડી રહી છે. સંસ્થાને આર્થિક સહાય ઉપરાંત જૂના કપડાં, સાડીઓ, ડ્રેસ અને દૈનિક ઉપયોગની આવશ્યક વસ્તુઓની પણ જરૂરિયાત હોવાનું જાણવા મળ્યું હતું. ક્રિકેટ ટીમના સભ્યોએ માનવસેવાના આ કાર્યમાં યથાશક્તિ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ક્રિકેટ ટીમના 25થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. આ સામાજિક સેવાકીય કાર્યક્રમનું સંચાલન જે.પી. રાણાએ કર્યું હતું. સેલ્ટર હોમના સંચાલક નીતાબેન જાનીએ જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →