સુરેન્દ્રનગર ભોગાવો નદીમાંથી ગૌવંશના અવશેષો મળ્યા:માલધારીઓની 250 ગાયો ચોરી કરી કતલનો આરોપ; પોલીસ તપાસ શરૂ

Gujarat5/12/2026, 12:03:02 PM
સુરેન્દ્રનગર ભોગાવો નદીમાંથી ગૌવંશના અવશેષો મળ્યા:માલધારીઓની 250 ગાયો ચોરી કરી કતલનો આરોપ; પોલીસ તપાસ શરૂ
સુરેન્દ્રનગરના ભોગાવો નદીના પટમાંથી કતલ કરાયેલા ગૌવંશના અવશેષો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ત્રણ મહિનામાં 250થી વધુ ગાયોની ચોરી કરીને તેમની કતલ કરવામાં આવી છે. આ ગૌહત્યા ભોગાવો નદીના પટમાં જ થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં માલધારીઓ ભોગાવો નદી કિનારે એકઠા થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગૌહત્યાના પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) સહિતની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →