ભાજપના વરિષ્ઠ નેતા 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા:સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષપલટો, ભાજપમાં ગાબડું

Gujarat4/8/2026, 10:34:19 AM
ભાજપના વરિષ્ઠ નેતા 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા:સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષપલટો, ભાજપમાં ગાબડું
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બપોરે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેજાભાઈ મેટાળીયા પોતાના 50થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત્ રીતે જોડાયા હતા. આ પક્ષપલટો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીના નેજા હેઠળ થયો હતો. ભાજપ પક્ષથી નારાજ થયેલા તેજાભાઈ મેટાળીયા અને તેમના સમર્થકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટનાને કારણે ભાજપ પક્ષમાં મોટું ગાબડું પડ્યું હોવાનું મનાય છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેનદરભાઈ સોલંકી સહિત કોંગ્રેસના અનેક અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →