કોંગ્રેસ ઉમેદવારોએ મહાનગરપાલિકા ચૂંટણી ફોર્મ ભર્યા:ઢોલ-નગારા સાથે સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ સાથે તેમણે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ઉમેદવારો ઢોલ-નગારા અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ફોર્મ ભર્યા બાદ તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર ૧૧માંથી પ્રેમજીભાઈ ટુંડિયા, છેલાભાઈ માંગુડા, જયશ્રીબેન રાઠોડ અને અરુણાબેન પરમાર એમ ચાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ ભાજપના શાસનના ભય અને ભ્રષ્ટાચારનો અંત લાવશે. તેમણે રસ્તા, પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ અને મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જવાની વાત કરી હતી. આ અંગે કોંગ્રેસના ઉમેદવાર પ્રેમજીભાઈ ટુંડિયાએ જણાવ્યું હતું કે, "અમે લોકોના પ્રશ્નોને વાચા આપીશું અને જીત મેળવીશું."
Read Original Article →