સુરેન્દ્રનગરમાં PMના 12 વર્ષની ઉજવણી:કમિશનર જાદવના અધ્યક્ષસ્થાને અધિકારીઓ-પદાધિકારીઓને માર્ગદર્શન અપાયું

Gujarat6/5/2026, 4:07:07 AM
સુરેન્દ્રનગરમાં PMના 12 વર્ષની ઉજવણી:કમિશનર જાદવના અધ્યક્ષસ્થાને અધિકારીઓ-પદાધિકારીઓને માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ શાખા અધિકારીઓ, નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીખિલભાઈ ચાંપાનેરી, શાસક પક્ષના નેતા તથા નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૫ થી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન મહાનગરપાલિકા કક્ષાએ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર અને વિશ્વ યોગ દિવસ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બેઠકમાં કાર્યક્રમોના સુચારુ આયોજન, સંકલન અને સફળ અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તમામ અધિકારીઓને સોંપાયેલી કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અને રાજ્ય સરકારમાં સમયસર રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ કાર્યક્રમોને સફળ બનાવવા માટે 'માઇક્રો મેનેજમેન્ટ' અને 'મહત્તમ લોકભાગીદારી' પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને સરકારની સિદ્ધિઓ શહેરીજનો સુધી પહોંચાડવા સઘન પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર આર. બી. પટેલ અને સિટી ઈજનેર કે. આર. ચૌહાણ સહિતના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Read Original Article →