ગૌણ સેવા મંડળની પરીક્ષા પદ્ધતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ:ઓફલાઇન પરીક્ષાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું

Gujarat4/7/2026, 4:27:59 AM
ગૌણ સેવા મંડળની પરીક્ષા પદ્ધતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ:ઓફલાઇન પરીક્ષાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી CCE પરીક્ષા પદ્ધતિ સામે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ એકઠા થઈ વર્તમાન ઓનલાઇન પરીક્ષા પદ્ધતિનો વિરોધ કર્યો હતો. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હાલમાં CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવાતી ઓનલાઇન પરીક્ષામાં ઘણી વિસંગતતાઓ છે. આ પદ્ધતિ સામે વિરોધ નોંધાવી, તેમણે ઓફલાઇન પરીક્ષા લેવાની માંગ કરી હતી. ઉમેદવારોએ અગાઉની પરીક્ષાઓમાં ખાનગી એજન્સીઓ દ્વારા પૂછવામાં આવેલા ખોટા પ્રશ્નો અને ટેકનિકલ ખામીઓને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોએ સરકારને વિનંતી કરી છે કે વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે.
Read Original Article →