બહુજન મુક્તિ પાર્ટીનું દેશવ્યાપી આંદોલન એલાન:સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર અપાયું

Gujarat5/12/2026, 11:59:37 AM
બહુજન મુક્તિ પાર્ટીનું દેશવ્યાપી આંદોલન એલાન:સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર અપાયું
બહુજન મુક્તિ પાર્ટીએ મોંઘવારી, બેરોજગારી, સ્માર્ટ મીટર અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના વિરોધમાં દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પાર્ટી દ્વારા દેશના 625 જિલ્લાઓમાં ત્રણ તબક્કામાં રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન કરાયું છે. બહુજન મુક્તિ પાર્ટીએ કેન્દ્ર સરકારની નીતિઓને સામાન્ય જનતા વિરોધી ગણાવી છે. તેમણે સ્માર્ટ મીટરમાં ગેરરીતિ, ગેસના ભાવમાં વધારો, કાળાબજારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. આ આંદોલનના ત્રણ મુખ્ય તબક્કાઓ નિર્ધારિત કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં, 12 મે 2026ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ “લેન્ટર્ન પ્રેઝન્ટેશન” વિરોધ પ્રદર્શન યોજાશે. ત્યારબાદ, 20 મે 2026ના રોજ “ચુલ્હો પ્રગટાવો” આંદોલનનું આયોજન કરાયું છે. આંદોલનના અંતિમ તબક્કામાં, 31 મે 2026ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે “દે ધક્કા” વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે. પાર્ટીએ સ્માર્ટ મીટર રદ કરવા, ગેસના ભાવ ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણમાં લાવવાની મુખ્ય માંગણીઓ સાથે સરકારને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.
Read Original Article →