રાજ્ય ચૂંટણી કમિશનરની બેઠકમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ઓનલાઈન જોડાયા:એપ્રિલ 2026માં યોજાયેલી ચૂંટણીની સમીક્ષા અને આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર ભાર મૂકાયો
રાજ્ય ચૂંટણી કમિશનરના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીલક્ષી ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં એપ્રિલ-2026માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદની કામગીરી તેમજ આગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જી. એચ. સોલંકી સહિતના અધિકારીઓ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં એપ્રિલ-2026માં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદની વહીવટી પ્રક્રિયાઓ, હિસાબોની રજૂઆત અને આખરી અહેવાલોની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી. કમિશનરે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા બદલ તંત્રને બિરદાવ્યું હતું. આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મુદત પૂર્ણ થઈ રહી છે અથવા જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે, તે માટે અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરવા સૂચનાઓ અપાઈ હતી.આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આખરી મતદારયાદીની તૈયારીઓ, નામ ઉમેરવા, કમી કરવા તેમજ સુધારણાની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. ચૂંટણી માટે જરૂરી EVM મશીનોની ઉપલબ્ધતા, ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC), મતદાન મથકોની ભૌતિક સ્થિતિની ચકાસણી અને સંવેદનશીલ મથકોની આખરી યાદી તૈયાર કરવા અંગે વહીવટીતંત્રને સજ્જ રહેવા જણાવાયું હતું.
Read Original Article →