સુરેન્દ્રનગર યંગ્સ ક્લબમાં આગ:મલાર ચોક નજીક ક્લબને મોટું નુકસાન, ફાયરે કાબૂ મેળવ્યો
સુરેન્દ્રનગરના મલાર ચોક નજીક આવેલી યંગ્સ ક્લબના કમ્પાઉન્ડમાં આજે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં ક્લબને મોટું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગી તે સમયે ક્લબમાં ટેબલ ટેનિસ રમી રહેલા ખેલાડીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ક્લબ બિલ્ડિંગની બારીઓ પણ સળગી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ક્લબના સભ્યોએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા, ફાયર વિભાગની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને આગને વધુ ફેલાતી અટકાવી હતી. યંગ્સ ક્લબમાં પાંચથી વધુ ટેબલ ટેનિસ ટેબલ આવેલા છે, જ્યાં 25થી વધુ ખેલાડીઓ નિયમિત રમવા માટે આવે છે.
Read Original Article →