સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરી તાલીમ પૂર્ણ:240 કર્મચારીઓને ડિજિટલ પ્રક્રિયાઓનું માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગર શહેરમાં આગામી વસ્તી ગણતરીની કામગીરી સુચારુ અને સચોટ રીતે પૂર્ણ કરવા માટે સરકારી કર્મચારીઓ માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. શહેરની આર.પી.પી. સ્કૂલ ખાતે આયોજિત આ તાલીમ આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ. જેમાં વિવિધ સરકારી વિભાગોના કુલ 240 મહિલા અને પુરુષ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ સત્ર સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ચાલ્યું હતું. નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સરળ, ઝડપી અને ભૂલરહિત રીતે કેવી રીતે કરવી તે અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું. તેમાં ઘરે-ઘરે જઈને માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ, રજીસ્ટર નિભાવવા, ડેટા એન્ટ્રી અને અન્ય ડિજિટલ પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી. તાલીમ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ઓનલાઇન ડિજિટલ સુવિધા વિશે પણ માહિતી અપાઈ. જેમાં નાગરિકો સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના પરિવારના સભ્યોની વિગતો ઓનલાઇન નોંધી શકે (Self-Enumeration) છે. કર્મચારીઓને આ વ્યવસ્થાથી માહિતગાર કરાયા, જેથી તેઓ ફિલ્ડ વર્ક દરમિયાન લોકોને આ અંગે જાગૃત કરી શકે.
Read Original Article →