સુરેન્દ્રનગર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:મૃતકની ઓળખ મફતીયાપરાના હસુભાઈ ચૌહાણ તરીકે થઈ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
સુરેન્દ્રનગર નજીક દુધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગુરુવારે સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કેનાલમાં મૃતદેહ હોવાની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયાની ટીમે શોધખોળ હાથ ધરી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહની ઓળખ કરતા તે સુરેન્દ્રનગરના મફતીયાપરા વિસ્તારના હસુભાઈ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલોમાં અવારનવાર મૃતદેહ મળવાના બનાવો સામે આવતા રહે છે.
Read Original Article →