સુરેન્દ્રનગર: બ્રાહ્મણ સમાજ મહિલા ટીમની નવી કારોબારી:સંગઠનને મજબૂત કરવા સર્વાનુમતે હોદ્દેદારોની વરણી

Gujarat6/8/2026, 4:11:35 AM
સુરેન્દ્રનગર: બ્રાહ્મણ સમાજ મહિલા ટીમની નવી કારોબારી:સંગઠનને મજબૂત કરવા સર્વાનુમતે હોદ્દેદારોની વરણી
સુરેન્દ્રનગર જિલ્લામાં સમસ્ત બ્રાહ્મણ સમાજ મહિલા ટીમની નવી કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને લોકઉપયોગી બનાવવાના હેતુથી આ નિમણૂકો કરવામાં આવી છે. આ નવી ટીમ મહિલા સશક્તિકરણ, સાંસ્કૃતિક અને સામાજિક ઉત્થાનના કાર્યોને વેગ આપશે. નવી કારોબારીમાં સોનલબેન બી. દવે (જોરાવરનગર) ને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. સંગઠન મંત્રી તરીકે આરતીબેન જે. દવે (સુરેન્દ્રનગર), હંસાબેન એન. ભટ્ટ (વઢવાણ), ભાવનાબેન કે. દવે (જોરાવરનગર) અને હિનાબેન ડી. જોષી (વઢવાણ) ની નિમણૂક થઈ છે. ઉપપ્રમુખ પદે પ્રીતિબેન ટી. પંડ્યા (વઢવાણ), જીજ્ઞાશાબેન કે. રાવલ (સુરેન્દ્રનગર), પારુલબેન પી. ત્રિવેદી (જોરાવરનગર) અને પુજાબેન કે. વ્યાસ (વઢવાણ) ને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે કૈલાશબેન એ. દવે (વઢવાણ), કલ્પનાબેન જે. ઠાકર (સુરેન્દ્રનગર), સંધ્યાબેન એન. રાવલ (80 ફૂટ રોડ) અને વર્ષાબેન એ. જોષી (વઢવાણ) ની વરણી થઈ છે. મંત્રી પદે વંદનાબેન આર. આચાર્ય (વઢવાણ), પુનિતાબેન વી. પાઠક (સુરેન્દ્રનગર), ફાલ્ગુનીબેન જી. શુક્લ (જોરાવરનગર) અને વંદનાબેન એન. શુક્લ (80 ફૂટ રોડ) ને સ્થાન મળ્યું છે. સહમંત્રી તરીકે અમીતાબેન એમ. પંડ્યા (સુરેન્દ્રનગર), જીજ્ઞાબેન પી. શુક્લ (વઢવાણ), વિધીબેન એ. દવે (જોરાવરનગર) અને હિરલબેન ડી. ભટ્ટ (સુરેન્દ્રનગર) ની નિમણૂક કરવામાં આવી છે. ખજાનચી તરીકે જીજ્ઞાબેન એસ. શુક્લ (80 ફૂટ રોડ) ની વરણી થઈ છે. કાર્યાલય મંત્રી તરીકે નીયતીબેન એમ. વ્યાસ (વઢવાણ) અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે ઉર્વીબેન વી. દવે (સુરેન્દ્રનગર) ને જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખ સોનલબેન દવે અને તેમની ટીમે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સમાજની બહેનોના કલ્યાણ માટે શિક્ષણ, રોજગાર અને ધાર્મિક પ્રવૃત્તિઓનું મોટા પાયે આયોજન કરાશે. આ નવી નિમણૂક બદલ સમસ્ત બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ અને વિવિધ સંગઠનો દ્વારા તમામ મહિલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
Read Original Article →