વિશ્વ પર્યાવરણ દિવસે સુરેન્દ્રનગરમાં વૃક્ષારોપણ:ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા સહિત કાર્યકરો જોડાયા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરના વોર્ડ નંબર ત્રણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા, વિપુલ ચૌહાણ, મહાનગરપાલિકાના કેવંતસિંહ હેરમાં તેમજ અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહભાગી થયા હતા. વૃક્ષારોપણની સાથે સાથે, ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અભિયાનમાં પણ શ્રમદાન કર્યું હતું. આ પ્રવૃત્તિઓ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવી હતી.
Read Original Article →