સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન:જિલ્લા ભાજપ પ્રમુખે સુશાસન અને વિકાસ પર ભાર મૂક્યો

Gujarat5/28/2026, 8:29:59 AM
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન:જિલ્લા ભાજપ પ્રમુખે સુશાસન અને વિકાસ પર ભાર મૂક્યો
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કરી, તેમને નવી પ્રજાલક્ષી જવાબદારીઓ સંભાળવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખે સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સુશાસન અને વિકાસ’ના સંકલ્પને વરેલી સરકાર હંમેશા જનકલ્યાણ માટે કટિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકારની વિવિધ લોકાભિમુખ યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યોને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં નવનિયુક્ત પદાધિકારીઓનું નેતૃત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવનિયુક્ત પદાધિકારીઓમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, દંડક સ્વાતિબેન માંડલિયા અને પક્ષના નેતા પિન્ટુબેન અસાણીયાનો સમાવેશ થાય છે. આ પદાધિકારીઓએ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને નાગરિકોની સુખાકારી માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ નવનિયુક્ત પદાધિકારીઓને તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.
Read Original Article →