સુરેન્દ્રનગર ભાજપના 52 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શુભકામનાઓ પાઠવી, શિસ્ત જાળવવા તાકીદ કરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, વઢવાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કુલ 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ મહાનગર પાલિકાની ચુંટણીમાં 52 ઉમેવારોમાં 22 જ્ઞાતિનો સમાવેશ કર્યો છે આ તમામ ઉમેદવારો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વિધાનસભા કાર્યાલય "કર્તવ્યમ્" ખાતે સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તમામ ઉમેદવારોને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેદવારોને શિસ્તબદ્ધ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પણ તાકીદ કરી હતી. મકવાણાએ તમામ ઉમેદવારોને જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના 13 વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોએ માતાજી અને કુળદેવીના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ ઉમેદવારોમાં વોર્ડ નંબર 1 થી 13 સુધીના નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છે: વોર્ડ નંબર 1: ટ્વિંકલ પ્રકાશભાઈ ધરેજીયા, અંકિતાબેન ધીરુભાઈ બરીયા, દેવકરણભાઇ ગોકળભાઈ મરીયા, ભગીરથસિંહ જશુભા ઝાલા. વોર્ડ નંબર 2: પ્રિતીબેન મયુરભાઈ સોલંકી, હંસાબેન કિશોરભાઇ વસવેલીયા, નિરવભાઇ અશ્વિનભાઇ દવે, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા. વોર્ડ નંબર 4: પૂર્વીબેન પ્રશાંતભાઇ પરમાર, શીખાબેન કશ્યપભાઇ શુક્લ, રવિન્દ્રભાઈ પ્રવિણભાઇ ચૌહાણ, જયદીપભાઇ ગોવિંદભાઈ ડાભી. વોર્ડ નંબર 5: સ્વાતિબેન નિલેશભાઇ માંડલીયા, મીનાબેન પિનાકીનભાઇ જોષી, જામાભાઈ પોપટભાઇ ગરીયા, મીલીંદભાઇ પ્રવિણચંદ્ર કોઠારી. વોર્ડ નંબર 6: જયશ્રીબેન દિનેશભાઇ દેત્રોજા, રમીલાબેન ચેતનકુમાર કાલીયા, બીપીનભાઈ જીવણભાઇ ખાંભલા, હેમેન્દ્રભાઈ અનિલભાઇ દફતરી, ડો. જનકબેન ભવાનસિંહ ટાંક, ઉર્મિલાબેન ઇશ્વરભાઇ પટેલ, રાકેશભાઇ કાનજીભાઈ રાઠોડ, મહેન્દ્રભાઇ કાંતિભાઇ પટેલ. વોર્ડ નંબર 7: પિન્ટુબેન જગદીશભાઇ અસાણીયા, મીનાબેન અશોકભાઈ મહેશ્વરી, ભુપેન્દ્રસિંહ હાલુભા રાણા, પ્રશાંતભાઈ સુરેશભાઇ ભટ્ટ. વોર્ડ નંબર 8: લાભુબેન ગેલાભાઈ મકવાણા, હિનાબેન મુકેશભાઇ થરેસા, ગજાનનભાઈ વિરજીભાઇ ચૌહાણ, અશોકસિંહ લાલુભા પરમાર. વોર્ડ નંબર 9: દિવ્યાબેન કૈલાસભાઇ મીયાવડા, ભારતીબેન નિલેષભાઇ ખોખાણી, પ્રદિપભાઈ ધીરૂભાઇ વસ્તાણી, શૈલેષભાઇ વિનાયકભાઇ મકવાણા. વોર્ડ નંબર 10: સોનલબેન ભરતભાઇ દવે, જશુબેન ઇશ્વરભાઇ વેગડ, ભાવેશભાઇ રતિલાલ પ્રજાપતિ, નિખીલભાઈ અરવિંદભાઈ ચાંપાનેરી. વોર્ડ નંબર 11: જશુબેન ભરતભાઈ ભરવાડ, ભાવનાબા ચંદ્રસિંહ મોરી, રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ, મહેન્દ્રસિંહ ભરતસિંહ ગોહિલ. વોર્ડ નંબર 12: સ્મિતાબેન રાકેશભાઇ રાવલ, નેહલબેન રાજેશભાઇ હળવદીયા, હરપાલસિંહ ભુપતસિંહ લીંબડ, વનરાજસિંહ ભરતસિંહ સોલંકી. વોર્ડ નંબર 13: કુસુમબેન ઉદયભાઇ સોલંકી, રૈયાબેન વિજયભાઇ કાટોડીયા, ઇશ્વરભાઇ લખમણભાઇ ખાદલા, પ્રવિણભાઇ પરાગભાઈ પરમાર. આ તમામ ઉમેદવારોએ વિકાસના પંથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Read Original Article →