નિર્ધાર સંસ્થાના તાલીમ કેન્દ્રોની 13મી બેન્ચ શરૂ:સુરેન્દ્રનગરમાં બ્યુટી પાર્લર, શિવણ, કમ્પ્યુટર તાલીમનો શુભારંભ
સુરેન્દ્રનગર સ્થિત નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, શિવણ અને કમ્પ્યુટર તાલીમ કેન્દ્રોની ૧૩મી બેન્ચનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલાના પ્રમુખસ્થાને યોજાયો હતો, જેમાં મોહનભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કર્યું હતું. વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે કાર્યરત આ ટ્રસ્ટના કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે ડો. રૂદ્રસિંહ ઝાલા, ડો. મનોજ રાવલ, બદ્રી ભટ્ટ અને પ્રશાંતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સ્થાપક રાજેશ રાવલે કર્યું હતું, જ્યારે આનંદ રાવલ અને નિર્ધાર ટીમના બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
Read Original Article →