સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ:પૂર્ણા રજીસ્ટર અને કિશોરીઓના આરોગ્ય મુદ્દે માર્ગદર્શન અપાયું
સુરેન્દ્રનગરના વઢવાણ ઘટક-૨ ના સેજો સુરેન્દ્રનગર-૩ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્ણા રજીસ્ટર સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, દર મહિનાના થીમ અનુસાર ચોથા મંગળવારની ઉજવણી આંગણવાડી કેન્દ્રો પર વિવિધ પ્રવૃત્તિઓ સાથે ફરજિયાતપણે કરવા સૂચના આપવામાં આવી હતી. કિશોરીઓના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં તેમની વજન, ઊંચાઈ અને BMI નિયમિત માપવા તેમજ દર ત્રણ મહિને એક વખત HB પરીક્ષણ કરાવવા સૂચના અપાઈ હતી. પૂર્ણા પોર્ટલ પર કિશોરીઓની એન્ટ્રી માટે આભા આઈ.ડી ફરજિયાત હોવા સાથે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક હોવો જરૂરી હોવાનું પણ સમજાવવામાં આવ્યું હતું. આ બેઠક ઉપરાંત, ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે એક મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૨૦ કિશોરીઓએ ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન તેમને પોલીસ સ્ટેશનમાં થતી વિવિધ કામગીરી અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Read Original Article →