સુરેન્દ્રનગરમાં સાંસદ ચંદુભાઈ સિહોરાએ 2 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી:મૂળી અને લખતર તાલુકાના આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરાના હસ્તે બે નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને સેવામાં મૂકવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ સાંસદ ચંદુભાઈ સિહોરાની ગ્રાન્ટમાંથી રૂ. 30 લાખના ખર્ચે ખરીદવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ લોકસભા વિસ્તારના નાગરિકોને કટોકટીની સ્થિતિમાં ત્વરિત તબીબી સહાય પૂરી પાડવાનો છે. આ પૈકી એક એમ્બ્યુલન્સ મૂળી તાલુકાના દાણાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અને બીજી લખતર તાલુકાના તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવી છે. આ પ્રસંગે લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા ઉપરાંત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મહાનગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, આરોગ્ય વિભાગના તબીબો, ગ્રામજનો અને અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ એમ્બ્યુલન્સ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ પહોંચવામાં મદદરૂપ થશે.
Read Original Article →