લખતર મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ:નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ₹20 હજાર લેતા ઝડપાયા, ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી

Gujarat4/8/2026, 4:31:51 AM
લખતર મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ:નાયબ મામલતદાર અને પટ્ટાવાળો ₹20 હજાર લેતા ઝડપાયા, ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી
લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા સુરેન્દ્રનગર એસીબીએ (એન્ટી કરપ્શન બ્યૂરો) સફળ ટ્રેપ ગોઠવી હતી. જમીન પચાવવા કે અન્ય દસ્તાવેજી પ્રક્રિયાના ભાગરૂપે નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગનાર નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આખો બનાવ શું છે? આ કેસના ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેત જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની સરકારી દફતરે નોંધ પ્રમાણિત કરવા માટે આરોપીઓએ લાંચની માંગણી કરી હતી. પ્રાથમિક માંગણી: આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાએ 'સર્કલ સાહેબ' વતી પહેલા 50,000 માંગ્યા હતા, જે રકઝકના અંતે 30,000 નક્કી થઈ હતી. ટ્રેપનું આયોજન: ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફિલ્ડીંગ ગોઠવીને ફરિયાદીને કચેરીએ મોકલ્યા હતા. રંગેહાથ ધરપકડ ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદિપસિંહ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટ્ટાવાળા કનકસિંહને આપી દેવા સૂચના આપી હતી. પટ્ટાવાળાએ જેવી 20,000ની રકમ સ્વીકારી, કે તરત જ પૂર્વ આયોજિત છટકા મુજબ એસીબીની ટીમે બંનેને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે. આરોપીઓની વિગત જયદિપસિંહ હનુભા પરમાર (40): નાયબ મામલતદાર, મહેસૂલ વિભાગ (વર્ગ-3), રહે. પાટડી. કનકસિંહ વાધુભા ઝાલા (37): આઉટસોર્સ પટ્ટાવાળો, મામલતદાર કચેરી, લખતર. કાર્યવાહી કરનાર ટીમ આ સફળ ઓપરેશન એસીબી પી.આઈ. એમ.ડી. પટેલ અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધ: સરકારી કર્મચારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા એસીબીએ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →