સુરેન્દ્રનગર AAP વોર્ડ 8 ઉમેદવારોએ જનસંપર્ક કર્યો:મારૂતિનંદનના દર્શન કરી પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપ્યું

Gujarat4/13/2026, 5:07:09 AM
સુરેન્દ્રનગર AAP વોર્ડ 8 ઉમેદવારોએ જનસંપર્ક કર્યો:મારૂતિનંદનના દર્શન કરી પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપ્યું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના વોર્ડ નંબર 8 ના ઉમેદવારોએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. ઉમેદવારોએ પવનપુત્ર વીર હનુમાન મારૂતિનંદનના દર્શન કર્યા બાદ આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. વોર્ડ નંબર 8 ના AAP ઉમેદવારોમાં સુરપાલસિંહ રાણા, રેખાબેન થરેસા, અફસાનાબેન શેખ અને હિતેષભાઈ વાળાનો સમાવેશ થાય છે. તેમણે સ્થાનિક રહીશોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અને તેમની વિવિધ સમસ્યાઓનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે, હાલ વર્ષોથી પાણીની સમસ્યા, ખરાબ રોડ-રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ છે. તેમણે વચન આપ્યું હતું કે જો તેમની પેનલ જીતશે, તો તેઓ વોર્ડ નંબર 8 ના લોકો માટે નિષ્ઠાપૂર્વક કામ કરશે અને તમામ સુવિધાઓ પૂરી પાડશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં AAP પણ પોતાની દાવેદારી નોંધાવી રહી છે.
Read Original Article →