સુરેન્દ્રનગર AAPમાં ભંગાણ, મહિલા કાર્યકરોના રાજીનામા:મનપાની યાદી જાહેર થતાં માધવી રાજપૂત સહિત અનેક નારાજ

Gujarat4/6/2026, 4:07:43 PM
સુરેન્દ્રનગર AAPમાં ભંગાણ, મહિલા કાર્યકરોના રાજીનામા:મનપાની યાદી જાહેર થતાં માધવી રાજપૂત સહિત અનેક નારાજ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) માં આંતરિક ભંગાણ સર્જાયું છે. પક્ષના સક્રિય મહિલા કાર્યકર માધવી રાજપૂત સહિત અનેક મહિલા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે, જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ સુરેન્દ્રનગર જિલ્લામાં AAP માટે મુશ્કેલીઓ વધી રહી છે. મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર થતાં જ પક્ષમાં અસંતોષ સપાટી પર આવ્યો છે, જેના કારણે પક્ષના સંગઠનમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ છે. માધવી રાજપૂત, જેઓ સુરેન્દ્રનગરમાં AAP ના સક્રિય ચહેરા તરીકે જાણીતા હતા, તેમણે અન્ય મહિલા કાર્યકરો સાથે પક્ષ છોડ્યો છે. રાજીનામા આપનાર કાર્યકરોનો આરોપ છે કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાયાના અને સક્રિય કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વધુ રાજીનામા પડવાની શક્યતા છે. પક્ષના ટોચના નેતાઓ હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કાર્યકરોની નારાજગી જોતા ડેમેજ કંટ્રોલ મુશ્કેલ જણાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તાર મનાય છે. AAP માં થયેલા આ ભંગાણનો સીધો ફાયદો ભાજપ કે કોંગ્રેસને મળી શકે છે. સ્થાનિક સ્તરે સક્રિય કાર્યકરો પક્ષ છોડી રહ્યા હોવાથી ચૂંટણી પ્રચાર અને બૂથ મેનેજમેન્ટ પર તેની મોટી અસર પડવાની સંભાવના છે.
Read Original Article →