AAPના 6 ઉમેદવાર સહિત 60 કાર્યકરો ભાજપમાં:આંતરિક વિખવાદ અને સંગઠનના અભાવનો આક્ષેપ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. AAPના જાહેર કરાયેલા ૬ ઉમેદવારો સહિત અંદાજે 60થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. પાર્ટી છોડનારા કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને પ્રદેશ કક્ષાએ સંગઠનના અભાવનો આક્ષેપ કર્યો છે. તેમણે સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાનો પણ આરોપ લગાવ્યો હતો. આ તમામ કાર્યકરો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા અને વિપુલભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારોએ તેમને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાનારાઓમાં દીપક ચીહલા, ભાવિન માર્યા અને કુનાલ શાહ જેવા AAPના અગ્રણી કાર્યકરોનો સમાવેશ થાય છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા અને AAPના પૂર્વ ઉમેદવાર દીપક ચીહલાએ પ્રતિક્રિયા આપી હતી.
Read Original Article →